ભરૂચના પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત ટાંકી સલામતીના ભાગરૂપે ધ્વસ્ત કરાય

પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને સત્વરે વર્ષો બાદ જમીનદોસ્ત કરવામાં આવી

New Update
જર્જરીત પાણીની ટાંકી

ભરૂચ તાલુકાના પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત પાણીની ટાંકી સલામતીના ભાગરૂપે ધ્વસ્ત કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના પારખેત ગામ ખાતે વર્ષ 1959માં સ્થાપિત થયેલ પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે ધરાશાયી કરવામાં આવી હતી. વર્ષોથી કાર્યરત પાણીની ટાંકી દ્વારા ગામમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું.

જોકેવર્ષો ઘણા થઈ જવાના કારણે ટાંકી જર્જરીત હાલતમાં હોયજેથી સલામતીના ભાગરૂપે ટાંકીને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જર્જરીત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને સત્વરે વર્ષો બાદ જમીનદોસ્ત કરવામાં આવી હતી. પંચાયતના સરપંચ સહિત ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ટાંકી ધ્વસ્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories