સોમનાથના રામ મંદિર સામે જંગલ વિસ્તારમાં ફાટી નીકળી આગ, 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી

અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી

New Update
સોમનાથના રામ મંદિર સામે જંગલ વિસ્તારમાં ફાટી નીકળી આગ, 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી

સોમનાથના રામ મંદિર સામે જંગલ વિસ્તારમાં આગ

અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી

અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી

સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને કામગીરી કરી

પાણીનો મારો ચલાવી સમગ્ર આગને કાબુમાં લીધી

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી હતી.

સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને નજીકમાં વસતા લોકોએ સમય સૂચકતા વાપરી અગ્નિશામક સાધનો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને જંગલ વિસ્તારમાં વધુ ફેલાતા રોકી હતી. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચ્યું હતું, જ્યાં આગ પર કાબુ મેળવ્ય બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આગની નજીક સૂકા વૃક્ષો, ગાય માટેનો શેડ અને મકાન હોય જેથી ટ્રસ્ટના કર્મચારીઓની સમય સૂચકતાના કારણે ગંભીર આગજની ટળી હતી.

Latest Stories