/connect-gujarat/media/media_files/2026/02/22/raju-karpada-2026-02-22-20-56-48.jpg)
આવતીકાલે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભા યોજાશે. મુળી તાલુકાના ગઢાદ ગામમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ફરીવાર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી શક્યતાઓ છે.
આવતીકાલે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભા યોજાશે. મુળી તાલુકાના ગઢાદ ગામમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ફરીવાર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી શક્યતાઓ છે. આ સભા સ્વયંભૂ રીતે ખેડૂતોનો ફાળો એકત્ર કરીને યોજાઈ રહી છે. આ સભામાં હજારો ખેડૂતો હાજર રહે તેવી સંભાવના છે. હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.
રાજુ કરપડાએ કહ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં આવતીકાલે નોંધપાત્ર ઘટના બનશે. રાજકીય પાર્ટીઓ કાદવ ઉછાળવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રામ્ય સમિતીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આ સભામાં જોડાશે. આ સભા યોજવા પાછળ ખેડૂતોના પ્રશ્નોને લઈને આગામી સમયમાં મોટી લડત શરૂ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.