Connect Gujarat
ગુજરાત

યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, ચાચર ચોકમાં રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા મહિલાનું મોત-9 લોકો ઘાયલ

પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા.

X

પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા ઇજાગ્રસ્ત થયા જે પૈકી એક યાત્રાળુનું મોત નિપજયુ જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા

પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઉભા હતા. તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા.

Next Story