New Update
/connect-gujarat/media/post_banners/08d030b67148f588042890f7726e3115d622c2bffb2f906f28f77ae5ee4a658e.webp)
જગ પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. કેબલ ટ્રેક પરથી રોપ વે ઉતરી ગયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જે ઘટનાને પગલે રોપ વેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ રોપ વેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને લઈ રોપ વેની ઘણી ટ્રોલીઓ ત્યાં જ થંભી ગઈ હતી. આ બનાવના પગલે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. જો કે, સમગ્ર બનાવના પગલે વહીવટી તંત્રએ ટેકનીકલ ખામી શોધી અને દૂર કરવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. રોપ-વેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. અડધો કલાકથી વધુ સમય સુધી રોપ વેમાં શ્રદ્ધાળુઓ ઝૂલતા રહ્યા હતા
Latest Stories