અમરેલીના બાબાપુર ગામે માનવભક્ષી દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો

છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી.

New Update

છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છેએવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી. જ્યાં એક ઘરઆંગણે રમતા બાળકને દીપડો ઢસડી ગયો હતો મોઢું દબોચી લેતા આ ઘટનામાં માસૂમનું કરૂણ મોત નીપજયું હતું.

 મળતી માહિતી અનુસાર અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક પર દીપડાના હુમલાની કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાડીમાં રમતા વર્ષીય બાળકને એક દીપડો ઢસડી ગયો હતો. મોઢું દબોચી લેતા બાળકનું ઝડબું બહાર કાઢી લીધુ હતું. આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યોએ તૂરંત દીપડાની પાછળ દોડ્યા હતા જેને પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો. જોકેદીપડાએ બાળકને ફાડી ખાધો હતોજેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

 આ ઘટનાની જાણ થતાં  વનવિભાગની ટીમો દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી છે. આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી. પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ તે પહેલા જ તેનું મોત થઈ ગયુ હતું. આસપાસના ખેડૂતો અને લોકોમાં આ ઘટના ને પગલે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અને ફફડાટ ફેલાયો છે ઝડપથી વનવિભાગ દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે.મોડી રાતે બાબાપુર આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આજે ફરી દીપડાનું સ્કેનિંગ કરી દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Latest Stories