દાહોદ : સાપને બરણીમાં લઈ પોતાની સારવાર કરાવવા સર્પદંશથી ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિ હોસ્પિટલ પહોચ્યો...

એક વ્યક્તિને સાપ કરડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે, ઇજાગ્રસ્ત વ્યક્તિ પોતે બરણીમાં સાપને લઈને હોસ્પિટલ પહોચતા લોકો અચંબામાં મુકાયા

New Update
  • બોરડી ગામ ખાતે એક વ્યક્તિને સાપ કરડતા ચકચાર

  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

  • ઇજાગ્રસ્ત પોતે બરણી સાપને લઈને હોસ્પિટલ પહોચ્યો

  • સાપ જોતાં જ લોકો-હોસ્પિટલનો સ્ટાફ અચંબામાં મુકાયો

  • લોકોએ પણ સરિસૃપો સામે કાળજી રાખવાની જરૂરિયાત 

દાહોદ તાલુકાના બોરડી ગામ ખાતે એક વ્યક્તિને સાપ કરડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજોકેઇજાગ્રસ્ત વ્યક્તિ પોતે બરણીમાં સાપને લઈને હોસ્પિટલ પહોચતા લોકો અચંબામાં મુકાયા હતા.

દાહોદ તાલુકાના બોરડી ગામના ભીલવાડા વિસ્તારમાં એક વ્યક્તિને સાપ કરડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બાથરૂમમાં સાપએ વ્યક્તિને ડંખ મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. બનાવના પગલે ગભરાય ગયેલા લોકોએ ઇજાગ્રસ્ત વ્યક્તિને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકેઇજાગ્રસ્ત વ્યક્તિ સાપને પ્લાસ્ટિકની બરણીમાં ભરી સાથે લઈ પોતાની સારવાર કરાવવા પહોંચ્યો હતો. સાપને યુવક પકડી લાવતા હોસ્પિટલનો સ્ટાફ અચંબામાં જોવા મળ્યો હતો.

તો બીજી તરફસાપને જોવા માટે પણ હોસ્પિટલમાં લોકોના ટોળાં ભેગા થયા હતા. આ સાપ ઝેરી છે કેબીનઝેરી તેની પુષ્ટિ કરવામાં નથી આવી. પરંતુ જાણકારોના મતે સાપ બેનઝેરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેસાપ કરડતા ઇજાગ્રસ્ત યુવકની હાલત હાલ સારી છેઅને ઝાયડસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છેત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં લોકોએ પણ સરિસૃપો સામે કાળજી રાખવાની જરૂરિયાત વર્તાય રહી છે.

Latest Stories