અમરેલી : ઘરની બહાર સૂતા આધેડ વ્યક્તિને દીપડાએ ફાડી ખાતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું...

ધારી તાલુકામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. સોઢાપર ગામે આધેડ વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. બનાવના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો

New Update
  • ધારી તાલુકા સોઢાપર ગામમાં ચાર પગનો આતંક

  • ઘરની બહાર સૂતા આધેડ પર દીપડાએ કર્યો હુમલો

  • દીપડાના હુમલામાં આધેડને પહોચી ગંભીર ઇજાઓ

  • હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આધેડનું મોત થયું

  • દીપડાને વહેલી તકે પાંજરે પુરવા ગ્રામજનોની માંગ 

અમરેલી જિલ્લાના ધારી તાલુકા સોઢાપર ગામે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ આધેડ વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. સોઢાપર ગામે આધેડ વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. બનાવના પગલે આસપાસના મોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રમેશ શંભુભાઈ મસાલીયા ગત રાત્રિના સમયે ઘરના ફળિયામાં સૂતા હતાત્યારે દીપડાએ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોચી હતી.

દીપડાના હુમલાથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ધારી બાદ વધુ સારવાર માટે અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકેઆજરોજ સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત રમેશ મસાલીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેઅમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખાતા હોવાથી ગામલોકોમાં ભય ફેલાયો છે. તેવામાં સોઢાપર ગામમાં ધસી આવેલ દીપડાને વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Latest Stories