Connect Gujarat
ગુજરાત

ભૂકંપના ભય વચ્ચે અમરેલીના ખેડૂતો પર આવી નવી “આફત”, જુઓ આ અહેવાલ...

જ્યાં ખેતીપાક બચાવવાની નવી મુસીબત દરવાજે દસ્તક દેતા ભૂકંપગ્રસ્ત ગામના ખેડૂતોની પરસેવાની કાળી મજૂરી પર પાણી ફરી વળ્યું છે.

ભૂકંપના ભય વચ્ચે અમરેલીના ખેડૂતો પર આવી નવી “આફત”, જુઓ આ અહેવાલ...
X

અમરેલી જિલ્લામાં ભૂકંપના ભય સાથે જગતના તાત પર નવી આફત આવિને ઉભી થઈ છે, જ્યાં ખેતીપાક બચાવવાની નવી મુસીબત દરવાજે દસ્તક દેતા ભૂકંપગ્રસ્ત ગામના ખેડૂતોની પરસેવાની કાળી મજૂરી પર પાણી ફરી વળ્યું છે. તો ગીરના ગામડાઓમાં ભૂકંપના કારણે કેવી નવી આફત આવી છે..! જુઓ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...

આ છે અમરેલી જિલ્લાનું ભાડ અને વાંકીયા ગામ... સાવરકુંડલાના મીતીયાળા પંથકના ગામડાઓ સાથે ખાંભા ગીર પંથકના ભાડ, વાંકીયા, જીકયાળી, ઇંગોરાળા, નાના વિસાવદર, નાનુડી અને ખાંભા શહેરમાં છેલ્લા 3 માસથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. શરૂઆતમાં ધીમા ધીમા આવતા ધરતીકંપના આંચકાઓ છેલ્લા એક અઠવાડિયાથી 3.4 જેવી તિવ્રતામાં આવી રહ્યા હોય, ત્યારે જમીની હલનચલનના કારણે ગીરના ગામડાઓમાં ખેતીવાડી કરતા ખેડૂતોને રવીપાક પાકમાં કરેલા ઘઉં, ચણા, ડુંગળી સહિતના પાકોમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

જોકે, ખેડૂતોના કૂવામાં પાણી ઘટી જવાથી ખેતીમાં છેલ્લા 2-3 મહિનાથી પાણી પાવાની મુશ્કેલીઓ ઉભી થઇ છે. હાલ કૂવાઓ અમુક તો સાવ ખાલી ખમ થઈ ગયા છે, ત્યારે ભૂકંપથી જમીની સ્તરમાં ફેરફાર થયા હોવાથી કૂવામાં પાણીનું તળ નીચે જતું રહ્યું હોવાથી રવીપાકની ખેતીમાં છેલ્લે છેલ્લે મુશ્કેલી ઉભી થઇ હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે. તો બીજી તરફ, સિંહ અને દીપડાના રહેઠાણ વચ્ચે રહેતા ભાડ અને વાંકીયાં ગામના ખેડૂતો સામે હવે ભૂકંપના ભય સાથે કૂવામાં સતત રહેતા પાણી ચાલ્યા જવાની ગંભીર મુસીબત આવી પડી છે. જોકે, હવે પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે.

વાંકીયા ગામની અંદાજે વસ્તી 1500ની છે, તો ભાડ ગામની 1200થી 1300 જેટલી વસ્તી છે. આ વચ્ચે ખેતી પર નિર્ભર ગામડાઓમાં ઘઉં, ધાણા, ડુંગળી અને ચણાના વાવેતર કર્યા બાદ વાંકીયા ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલ 13 વીઘામાં ઘઉં સુકાઈ ગયા છે. તો બીજી તરફ, 100 ફૂટના કૂવામાંથી 8 કલાક પાણી ચાલતું તે હવે ભૂકંપના અવારનવાર આંચકાઓના કારણે પાણીનો સ્ત્રોત ખૂટી જતા ગીરના ગામના ખેડૂતો સામે નવી મુસીબત આવીને ઉભી થઈ છે.

Next Story