વેરાવળમાં કેન્દ્રિય મંત્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતામાં કાર્યક્રમ
‘એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન’ યોજના અંતર્ગત કાર્યક્રમ
રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશભરના માછીમારોની ખાસ ઉપસ્થિતિ
માછીમારોને પ્રતિકાત્મક એક્સેસ પાસ સહિત જરૂરી કીટનું વિતરણ
દેશનું બ્લુ ઇકોનોમી વિઝન વધુ મજબૂત બનશે : રાજીવ રંજનસિંહ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે કેન્દ્રિય મંત્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતામાં ‘એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન’ યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ‘એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન’ યોજનાનો રાષ્ટ્રીય કક્ષાનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા પંચાયતી રાજ મંત્રાલયના કેબિનેટ મંત્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. કેન્દ્રિય મંત્રી રાજીવ રંજનસિંહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહને સત્તાવાર રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા માછીમારોને પ્રતિકાત્મક રીતે એક્સેસ પાસ અને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર માછીમારોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. ‘એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન’ યોજના દ્વારા માછીમારોને નિર્ધારિત ઝોનમાં સરળતા અને સુરક્ષિત રીતે માછીમારી કરવાની સુવિધા મળશે, તેમજ ડિજિટલ ઓળખ અને નિયમિતતા દ્વારા પારદર્શિતા વધશે. તેમણે ઉમેર્યું કે આ પહેલ દેશના બ્લુ ઇકોનોમી વિઝનને મજબૂત બનાવશે, અને નિકાસ ક્ષમતામાં વધારો કરશે. આ પ્રસંગે રાજ્યના પ્રતિનિધિઓ, માછીમાર સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.