સુરેન્દ્રનગર લખતરમાં રેલવે કર્મચારીએ ટ્રેન નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ

લખતર ખાતે શ્રેયાંસ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા 45 વર્ષે સુરેશભાઈએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. 

New Update
 રેલવે કર્મચારીનો આપઘાત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રેલ્વે સ્ટેશન ખાતે રેલવે વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કરી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે શ્રેયાંસ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા 45 વર્ષે સુરેશભાઈએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. 

લખતર રેલવેમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં પીપી તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય સુરેશભાઈ મનજીભાઈએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો. બનાવની જાણ  રેલવે પોલીસને થતા  પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહનો  કબજો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક સુરેશભાઈ છેલ્લા 15 વર્ષથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં પીપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના અંતિમવાદી પગલાં પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી

Latest Stories