Covid-19 : રાજ્યમાં આજે 283 નવા પોઝિટિવ કેસ નોધાયા, 770 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10018 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.84 ટકા છે.
સુરત કોર્પોરેશનમાં 48, અમદાવાદ કોર્પોરેશન 47, રાજકોટ કોર્પોરેશનમાં 18, સુરતમાં 18, ગીર સોમનાથ 15, વડોદરા કોર્પોરેશન 15, જુનાગઢ 13, વડોદરા 11, ભરુચ 9, કચ્છ 8, વલસાડ 8, આણંદ 7, નવસારી 7, મહેસાણા 6, દેવભૂમિદ્વારકા 5, જામનગર કોર્પોરેશન 5, જુનાગઢ કોર્પોરેશન 5, પંચમહાલમાં 5, બનાસકાંઠા 4, ખેડા 4, સાબરકાંઠા 4, અમરેલી 3, ગાંધીનગર 3, મોરબી 3, જામનગર 2, મહીસાગર 2, તાપી 2, ભાવનગર 1, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 1, પોરબંદર 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાને કારણે સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 1, ગાંધીનગર 1, ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 7,749 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 7,546 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,892 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 17 જૂનના રોજ 2,52,543 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,12,92,259 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMTતાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMT