Connect Gujarat
ગુજરાત

રાજ્યનું એક એવું ગામ કે, જ્યાં આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર ગ્રામજનોએ એસટી. બસ જોઈ..!

મહુવા તાલુકાના કોટિયા ગામે આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર ગામમાં એસટી. બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

X

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામે આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર ગામમાં એસટી. બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનું એક એવું ગામ કે, જ્યાં આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર ગ્રામજનોએ એસટી. બસ જોઈ છે. આટલા વર્ષોમાં પ્રથમ વખત પોતાના ગામમાં એસટી બસની સુવિધા જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા ડેપો દ્વારા એસટી. બસની ડેલી સર્વિસ આ ગામમાં શરૂ કરવામાં આવી છે, ત્યારે ગ્રામજનો દ્વારા વાજતેગાજતે એસટી. બસનું સામૈયું કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, એસટી. બસને જોવા માટે આખેઆખું ગામ ઉમટી પડ્યું હતું. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેસીને આનંદ પણ માણ્યો હતો. એસટી. બસના ડ્રાઇવર તેમજ બસનું સ્વાગત કરવા માટે સાધુ-સંતો સહિત ગામની દીકરીઓએ ભારે ઉત્સાહ સાથે વધામણા કર્યા હતા.

Next Story