Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વિધાનસભાની મહત્વની કામગીરી અને બજેટ સત્રની પ્રક્રિયા સંદર્ભે કાર્યશાળા યોજાય...

બજેટ સત્ર સમયે પ્રસિદ્ધ થતા વિવિધ પ્રકાશનો, રાજ્ય સરકારના જાહેર હિસાબો સહિતના વિવિધ વિષયો પર ધારાસભ્યઓને માહિતગાર કર્યા

X

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યઓ માટે કરાયું આયોજન

બજેટ સત્રની પ્રક્રિયાને લગતા પાસાઓને આવરી લેવાયા

એક દિવસીય કાર્યશાળાનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ

બજેટ સત્ર પર પ્રસિદ્ધ થતા વિવિધ પ્રકાશનો પર ભાર મુકાયો

આ તકે સૌ ધારાસભ્યઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના સભ્યઓ માટે બજેટ સત્રની પ્રક્રિયાને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી એક દિવસીય કાર્યશાળા યોજાય હતી. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કાર્યશાળાનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યશાળા દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ સંસ્થાના ઉપપ્રમુખ હસમુખ અઢિયા સહિતના વક્તાઓ દ્વારા વિધાનસભાની મહત્વની કામગીરી, બજેટ સત્રની પ્રક્રિયા, બજેટ સત્ર સમયે પ્રસિદ્ધ થતા વિવિધ પ્રકાશનો, રાજ્ય સરકારના જાહેર હિસાબો સહિતના વિવિધ વિષયો પર ધારાસભ્યઓને માહિતગાર કર્યા હતા. વિધાનસભા ખાતે “એનેબ્લીંગ ઓથેન્ટિક લીડર્સ એડવાન્સ પબ્લિક ગુડ” વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સૌ ધારાસભ્યઓએ વિધાનસભા અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Next Story