સુરત રેલ્વે સ્ટેશન નજીકથી MD ડ્રગ્સ સાથે યુવક-યુવતીની કરાઇ ધરપકડ

સુરત રેલવે સ્ટેશનના ગેટ નજીકથી ક્રાઈમ બ્રાંચ પોલીસે ટ્રેનમાં સુરત આવેલા યુવક-યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી બેગમાં રહેલ 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસે બંનેની પૂછપરછના આધારે ડ્રગ્સની આ આખી ચેઈનને ઝડપી પડી છે. 

New Update



સુરત
ક્રાઈમ બ્રાંચ પોલીસને મળી મોટી સફળતા

રેલ્વે સ્ટેશન પાસેથી યુવક-યુવતીની ધરપકડ કરી

ડ્રગ્સના જથ્થા સાથે યુવક-યુવતીની ધરપકડ કરાય

પોલીસ પૂછપરછમાં અન્ય નામો પણ બહાર આવ્યા

7 શખ્સોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત રેલવે સ્ટેશનના ગેટ નજીકથી ક્રાઈમ બ્રાંચ પોલીસે ટ્રેનમાં સુરત આવેલા યુવક-યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી બેગમાં રહેલ 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસે બંનેની પૂછપરછના આધારે ડ્રગ્સની આ આખી ચેઈનને ઝડપી પડી છે. જેમાં અલગ અલગ 4 જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા 7  આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી. 

 દરમિયાનમાં મુંબઇથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલી યુવક-યુવતીને ઝડપી પાડી તેમની પાસેની બેગ ચેક કરી હતી. બેગમાંથી પોલીસને કપડા અને અન્ય વસ્તુની વચ્ચે છુપાવેલું 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેને પગલે પોલીસે 43 વર્ષીય રાબિયાબી અબ્દુલ રજાક શેખ અને 40 વર્ષીય સફેદખાન બાબુખાન પઠાણ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે પૂછપરછ શરૂ કરી હતી. આ બંનેની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈથી અજાણ્યા ઈસમો પાસેથી લાવી સુરત શહેર ખાતે રહેતા મોહસીન શેખસરફરાજ ઉર્ફે સલમાન અને ફેજલને આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. 

 દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલના રૂમ નં. 404માંથી સરફરાજ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો. જેની પાસેથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત લેવામાં આવ્યું હતું. આ સાથે જ રાંદેર વિસ્તારમાં રામા રેસીડેન્સી પાસે જાહેર રોડ ઉપર 26 વર્ષીય આરોપી ફૈસલ અલ્લરખા કચરા અને 24 વર્ષીય યાસીન બાબુલ મુલ્લાને 31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આરોપી મોસીન શેખ તેના મિત્ર શેખના ઘરે છુપાયેલ હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ તપાસ કરવા જતા રુદરપુરા ખાતે એક બિલ્ડીંગના ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતા પટકાતાં તેની ઈજા થઈ હતી. 

DCP ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, આરોપી તેનું નામ અશફાક મોહમ્મદ શેખ હોવાનું જણાવ્યું હતું. તેને પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 14 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની નાનપુરા શ્રુતિ હોસ્પિટલની સામેથી 40 વર્ષીય  આરોપી સૈયદ હાથી ઉર્ફે બાબુ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી 27 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ 5 જગ્યાએ રેડ કરીને ગેરકાયદે 354.650 ગ્રામ MD ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજા સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. 37.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 

Latest Stories