Connect Gujarat
ગુજરાત

પાવાગઢ નજીક સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો, જુઓ LIVE રેસક્યું..!

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો.

X

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો. બનાવના પગલે 108ની ટીમ દ્વારા ભારે જહેમત સાથે યુવકનું રેસક્યું કરવામાં આવ્યું હતું.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન કરવા આવેલા વડોદરાના 2 યુવક અને એક યુવતી સવારે ડુંગર ઉપર મહાકાળી માતાજીના દર્શન કરી ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં જમીનમાં બંકર જેવા ઊંડા કોઠાર પાસે યુવક ઉભો રહી સેલ્ફી લઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસતા તે બંકર જેવા 20 ફૂટ ઊંડા ભોંયરામાં પડ્યો હતો. બનાવની જાણ થતાં જ 108ની ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ભારે જહેમત સાથે યુવકને દોરડા વડે બાંધી ભોયરામાંથી બહાર કાઢવા રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો યુવકના બન્ને હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે.

Next Story