Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરના યુવાનને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન,નખ જેટલા પતંગ અને ફિરકી બનાવ્યા

રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે.જેને લઈને આ કલાગીરીની કદર થઇ અને ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

X

યુવાને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

યુવાને પતંગ નાના નાના દેખાતા હોવાને લઈને પ્રેરણા મળી

એક ઇંચમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખેલો ભક્તામરગ્રંથ બંને સિદ્ધિઓ મેળવી

ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

જૈનના ભક્તામર ગ્રંથ એક ઇંચ ના બે ભાષામાં સંસ્કૃત અને ગુજરાતીમાં બનાવ્યા

હિંમતનગરના યુવાને ટચુકડા પતંગ અને ફિરકી બનાવી અને એક ઇંચમાં લખેલો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખેલો ભક્તામરગ્રંથ બંને સિદ્ધિઓનું લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઉત્તરાયણને લઈને સૌ લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત છે ત્યારે હિંમતનગરના યુવાને આકાશમાં ઉડતા ઊંચા પતંગ નાના નાના દેખાતા હોવાને લઈને યુવાનને પ્રેરણા મળી અને તેને બનાવ્યા એક નહિ પરતું 30 નાના નાના પતંગ એ પણ 0.5 સેમી થી 1 સેમીના અલગ અલગ કલરના પતંગના કાગળ અને સળીનો ઉપયોગ કરીને ફેવિકોલ વડે બનાવી દીધા પતંગ જે પતંગ તમામ હથેળીમાં સમાઈ જાય તો નખ માં સમાય તેવા પતંગ પણ બનાવ્યા છે તો સાથે બે ફીરકી પણ બનાવી છે અને એમાય ફિરકીમાં તો દોરી પણ ભરી છે.

આ એક પતંગ બનાવતા યુવાનને 15 મિનીટનો સમય લાગે છે તો આમ રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે.જેને લઈને આ કલાગીરીની કદર થઇ અને ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને બીજી તરફ જૈન યુવાને પોતાની નોકરીમાંથી સમય કાઢીને ઘરે બેસી અવનવું કરવાનું ઘેલું લાગેલું જેને લઈને જૈન ભક્તામર ગ્રંથ પણ બનાવ્યો છે, એ પણ એક ઇંચથી નાનો જેમાં 48 પેજ છે.

એક પેજ પર ચાર લાઈનો લખી છે, એ પણ પેન્સિલનો ઉપયોગ કરી અને હા ખાસ સંસ્કૃત અને ગુજરાતી એમ બે ભાષામાં નરી આંખે લખીને ગ્રંથ બનાવ્યો છે. તો આ ગ્રાન્ટ કોઈને વાંચવો હોય તો લેન્સ લગાવી વાંચી શકે છે. પરતું યુવાને નરી આખે લખ્યો છે. એક કલાકમાં આ એક ગ્રંથ બનાવ્યો છે. એક ઇંચ જેને ઇન્ટરનેશનલ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આમ બે જગ્યાએ જૈન ભક્તામર ગ્રંથને સ્થળ મળ્યું છે.

Next Story