સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોથી રહો સાવધાન
ગલગલીયા કરાવતા વીડિયોથી લૂંટાયો યુવક
યુવકને લાઈવ ન્યૂડ વિડિયો જોવો પડ્યો મોંઘો
કાશ્મીરની યુવતીએ યુવક પાસેથી ખંખેર્યા રૂપિયા
પોલીસે યુવતીની ધરપકડ કરીને શરૂ કરી તપાસ
વલસાડના પારડીના એક યુવકને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યુડ વિડિયો જોવાની લાલચ ભારે પડી છે.અને લૂંટવાનો વારો આવ્યો છે.જોકે પોલીસે યુવકને ચૂનો લગાવનાર યુવતીની જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના પારડીમાં રહેતા એક યુવકને સોશિયલ મીડિયાની એક સાઇટ પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો . ત્યારબાદ આ યુવતી અને યુવક વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. અને યુવતીએ યુવકની કમજોરીની નસ જાણી આ યુવકને ટેલિગ્રામ પર ન્યુડ લાઈવ વિડીયો બતાવવાની લાલચ આપી એક લિંક મોકલી હતી.
આ લીંક બાદ યુવક પાસેથી અવનવા બહાને રૂપિયા એક લાખથી વધુ ખંખેરી લીધા હતા.જોકે પોતે લૂંટાયાનો અહેસાસ થતા જ આ યુવકે વહેલી તકે પોલીસનું શરણ લીધું હતું,અને પારડી પોલીસ સ્ટેશનમાં એક અજાણી યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. અને તાત્કાલિક આ યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને જે બેંકમાં પૈસાની લેતી દેતી થઈ હતી તે બેંક અંગે તપાસ કરતા જમ્મુ કાશ્મીરમાં એક બેંકની બ્રાન્ચમાં મનકા રાધા અનિલકુમાર ભગત નામના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેથી પારડી પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ગઈ હતી,અને યુવતી અંગે જાણ થઈ હતી.જો કે પ્રથમ પ્રયાસમાં પારડી પોલીસને સફળતા મળી ન હતી. પરંતુ પોલીસે આ ઠગ યુવતી મનકા રાધાની ધરપકડ માટેના પ્રયાસ ચાલુ જ રાખ્યા હતા.અને બીજી વખત પોલીસ જમ્મુ કાશ્મીર ગઈ અને આ મનકા રાધા ભગતની ધરપકડ કરી તેને પારડી લાવી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.