મોરબીમાં પુલ તૂટવાની દુઃખદ ઘટના ઘટી, જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે, ત્યારે આ દુઃખદ ઘટના પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.
મોરબીમાં મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, ત્યારે આપ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, જે લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે તેમના આત્માને પરમાત્મા શાંતિ અર્પે. તો સાથે કેજરીવાલે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે, એક ઘડિયાળ બનાવતી કંપનીને પુલનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો..? જે કંપનીએ ક્યારેય પુલ બનાવ્યો નથી, છતાં તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. મતલબ તેમને ભાજપ સરકાર સાથે સંબંધ છે, અને FIRમાં ક્યાંય પણ કંપનીના જવબદાર અધિકારીઓનો ઉલ્લેખ નથી. મતલબ તેમને બચાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આમ મોરબીની દુર્ઘટના પર હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.