Connect Gujarat
ગુજરાત

ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત
X

ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેદરા તેમજ બગોદરા અને વટામણની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.

પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ હતી. પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસ પલટી જતાં 12 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને તે રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ અને પછી ખાડામાં પડી. રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.

Next Story