કચ્છ:રાધનપુર હાઈવે પર ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત,6 ના મોત

સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર ગોજારો અક્સ્માત સર્જાયો છે. ટ્રક અને ઇકો ગાડીનો અકસ્માત સર્જાતા હ્યદયદ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા

kutch
New Update

સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર ગોજારો અક્સ્માત સર્જાયો છે. ટ્રક અને ઇકો ગાડીનો અકસ્માત સર્જાતા હ્યદયદ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તો બીજી તરફ અન્ય ઘાયલોને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે.  લાકડીયા નજીક ઈકો કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રકને ઓવરટેક કરવા જતાં ઈકો કાર સામે આવતાં ટ્રેલર સાથે ટકરાઈ હતી. કારમાં સવાર ૬ લોકોના મૃત્યુ થયા છે. મૃતકો રાજકોટના ગોંડલ પંથકના હોવાની વાત સામે આવી રહી છે. ભચાઉના લાકડીયા નજીકના હાઈવે પર મંગળવાર સાંજે ગમક્વાર વાહન અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બ્રિજ સમારકામ અર્થે ફોરવે માર્ગ ઉપર કરાયેલા ડાયવર્ઝનના કારણે એક લાઈન ઉપર પસાર થતા ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સામસામી ટક્કર સર્જાતા 6 લોકોના મોત થયા છે  બનાવના પગલે ધોરીમાર્ગ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે વાહન વ્યવહારને આંશિક અસર પહોંચી હતી.

તો આ અંગે લાકડીયા પોલીસ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને થાળે પાડવા અને મતુતદેહોને હોસ્પિટલ ખસેડવાના કાર્યમાં જોતરાઈ છે.  તો બીજી તરફ પોલીસે આ અકસ્નાત અંગે  જણાવ્યું હતું કે લાકડીયા બાયપાસના રાધનપુર ધોરીમાર્ગ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરટેક કરતી ઇકો કાર સામેથી આવતા ટ્રેલર સાથે જોરદાર રીતે ટકરાઈ જતા કારમાં સવાર લોકો ગંભીર રૂપથી ઘવાયા છે. હાલ 6 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તેમજ અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે.  કે, સત્તાવાર તબીબના રિપોર્ટ બાદ મૃતકોના નામ અને સંખ્યા કહી શકાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતને પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

#Kutch #accident #Radhanpur
Here are a few more articles:
Read the Next Article