રાજ્યમાં અકસ્માતોની વણઝાર : અમરેલી અને પંચમહાલમાં સર્જાયા ગંભીર અકસ્માત, 3થી વધુ લોકોના મોત.

રાજ્યમાં આજે અકસ્માતોના અલગ અલગ બનાવોમાં 3થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

New Update
રાજ્યમાં અકસ્માતોની વણઝાર : અમરેલી અને પંચમહાલમાં સર્જાયા ગંભીર અકસ્માત, 3થી વધુ લોકોના મોત.

રાજ્યમાં આજે અકસ્માતોના અલગ અલગ બનાવોમાં 3થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા કાકા અને ભત્રીજાને અડફેટે લેતા બન્નેના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. લોઠપુર ગામ નજીક અવારનવાર અકસ્માતોની ઘટના સર્જાય છે, ત્યારે અહીના માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કરી આક્રોશ ઠાલવ્યો હતો.

Advertisment

તો બીજી તરફ પંચમહાલ જિલ્લાના ગોધરા-વડોદરા હાઈવે પર અક્સમાતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગોધરા-વડોદરા હાઈવે પર ગોધરા નજીક આવેલ કોઠી ચોકડી પાસે એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment