યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નાળિયારની હોળી પ્રગટાવવામાં આવી

New Update
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નાળિયારની હોળી પ્રગટાવવામાં આવી

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક મહાકાળી મંદિર પાવાગઢ ડુંગર ઉપર સાંજે ભક્તજનોની ભારે ભીડ વચ્ચે હોળી પ્રગટાવી પૂજા કરવામાં આવી હતી,

ડુંગર ઉપર હોળી દહન કર્યા બાદ આ સમગ્ર વિસ્તારના ગામડાઓમાં હોળી પ્રગટાવવાની પરંપરા મુજબ અન્ય વિસ્તારોમાં પણ ઢોલ નગારા સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું..

જેમાં હાલોલ, ઘોઘંબા તેમજ જાંબુઘોડા વિસ્તારના અનેક ગામડાઓમાં 51 શક્તિપીઠ પૈકીના એક મહાકાળી ધામ પાવાગઢ ડુંગર ઉપર હોલિકા પ્રગટાવવામાં આવ્યા બાદ જ હોળી પ્રગટાવવાનો રિવાજ આજે પણ યથાવત જોવા મળે છે.

પાવાગઢ ડુંગર ઉપર હોળી પ્રગટાવવામાં આવ્યા પછી આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિરે પ્રગટાવવમાં આવેલી હોળી જોઈને જ તમામ સ્થળો ઉપર હોલિકા દહન કરવામાં આવે છે..

આજે સાંજે મંદિર પાસે સાંજે 6:38 કલાકે નાળિયારની તૈયાર કરવામાં આવેલી હોલિકા નું દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભારી ભીડ વચ્ચે અનેક ભક્તજનોએ માતાજીના પ્રાંગણમાં પ્રગટવાવવામાં આવેલી હોળીના દર્શન કરી પૂજા કરી હતી.

Latest Stories