જૂનાગઢ : કેશોદની સરકારી એલ.કે.હાઈસ્કૂલ નજીક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થતાં કાર્યવાહી..!

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકારી એલ.કે.હાઈસ્કૂલ નજીક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

New Update
  • કેશોદની સરકારી એલ.કે.હાઈસ્કૂલ નજીક થઈ હતી બબાલ

  • વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો થયો વાયરલ

  • કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાતને લઈ થઈ મારામારી

  • વાયરલ વિડીયોને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ હાથ ધરી

  • બન્ને વિદ્યાર્થીઓ પાસેથી શાળા દ્વારા લેખિત માફીપત્ર લખાવાયું 

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સરકારી એલ.કે.હાઈસ્કૂલ નજીક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતોત્યારે આ મામલે પોલીસ અને સ્કૂલ તંત્ર સક્રિય બન્યું છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકારી એલ.કે.હાઈસ્કૂલ નજીક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઝઘડતા અને મારામારી કરતા નજરે પડે છે. જોકેપરિસ્થિતિ વધુ બેકાબૂ ન બને તે માટે રાહદારીઓએ વચ્ચે પડી વિદ્યાર્થીઓને છૂટા પાડ્યા હતા. તો બીજી તરફવાયરલ વિડીયોને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવાયું હતું કેવિદ્યાર્થીઓ સ્કૂલની બહાર મજાક કરી રહ્યા હતાતે દરમિયાન બોલાચાલી થઈ અને બાદમાં ઝઘડો થયો હતો. ઘટનાની જાણ થતાં જ બન્ને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની બાંહેધરી સાથે બન્ને વિદ્યાર્થીઓ પાસેથી લેખિત માફીપત્ર લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories