Connect Gujarat
ગુજરાત

અમૂલ બાદ સુમુલ ડેરીએ પ્રજાને આપ્યો મોંઘવારીનો ડામ / દૂધ-છાશના ભાવમાં વધારો ઝીંક્યો, દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો

ગુજરાત સહિત દેશભરમાં હમણાં મોંઘવારીએ એ માઝા મૂકીદીધી હોય તેમ એક પછી એક જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને ચડતા જાય છે.

અમૂલ બાદ સુમુલ ડેરીએ પ્રજાને આપ્યો મોંઘવારીનો ડામ / દૂધ-છાશના ભાવમાં વધારો ઝીંક્યો, દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો
X

ગુજરાત સહિત દેશભરમાં હમણાં મોંઘવારીએ એ માઝા મૂકીદીધી હોય તેમ એક પછી એક જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને ચડતા જાય છે. જેના પગલે મધ્યમવર્ગીય લોકોની પરિસ્થિતી પડ્યા પર પાટા જેવી થઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમુક બાદ હવે સુમુલ ડેરીએ પણ દુફહના ભાવમાં લિટર દીઠ રૂપિયા 2 નો વધારો ઝીંકયો છે ત્યારે છાસના ભાવમાં પણ વધારો કરાયો છે. જોકે સુમુલના 250ml દૂધના પાઉચમાં કોય વધારો કરવામાં આવ્યો નથી.સુમુલ ડેરી દ્વારા આ પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે.

તાજેતરમાં જ ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરી અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સુમુલ ડેરી દ્વારા દુધના લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો તેમજ છાશની 6 લીટરની થેલીમાં સીધા 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Next Story