Connect Gujarat
ગુજરાત

સોમનાથ દાદાના દર્શન કરી કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ કર્યો, 125 સીટ જીતીશું : રઘુ શર્મા

X

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસે સોમનાથથી શંખનાદ કર્યો છે. સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ કોંગ્રેસ ભાજપ સામે બાથ ભીડવા તૈયારી કરી છે. જેમના ભાગરૂપે આજે વેરાવળ બાયપાસથી કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓની વિશાળ રેલી સોમનાથ સુધી યોજી હતી. અને સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવી વિજય ભવના આશીર્વાદ લીધા હતા. જોકે બાઇક રેલી સાથે મહાદેવના દર્શને પહોંચેલા રઘુ રામ શર્માએ 125 બેઠકો સાથે ગુજરાતમાં સરકાર બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો સાથે મહાદેવના દર્શનને લઈ પણ ભાજપ આરોપ લગાવ્યા હતા કે ભગવાનની પૂજા રાજનીતિક લાભ મેળવવા ભાજપ કરી શકે, કોંગ્રેસ નહિ. સોમનાથ મહાદેવ અમારા આરાધ્ય દેવ છે. અને ચૂંટણી હોય કે ના હોય મહાદેવની પૂજા અર્ચના અમારો ધર્મ અને કર્મ છે.

જયારે બીજી તરફ સોમનાથ રેલી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અને ભાજપને આસુરી શક્તિ કહી બીજેપી પર હુમલો કર્યો છે વધુ માં કહ્યું કે આગામી દિવસોમાં 10 લાખ ઘરો સુધી કોંગ્રેસનો કાર્યકર્તા પહોંચશે. જોકે રેલી અને ધ્વજારોહણ બાદ આજે વેરાવળની ખાનગી હોટલ ખાતે સૌરાષ્ટ્ર ભરના કોંગી ધારાસભ્યો સાથે મંથન બેઠક યોજાય હતી. જેમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણીઓને લઈ આગળની રણનીતિ તૈયાર કરાય છે.

વર્ષ 2017ની વિધાન સભામાં ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે સૌરાષ્ટ્રની સૌથી વધુ બેઠકો પર વિજય મેળવ્યો હતો, અને એટલે જ કોંગ્રેસે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી શંખનાદ ફૂકી આગામી ચૂંટણી માટે તૈયારીઓ નો જયઘોષ કરી દીધો છે. પરંતુ કોંગ્રેસ માટે 2022 ની વિધાનસભા ચૂંટણી સૌરાષ્ટ્ર કચ્છમાં માથાના દુખાવા સમાન હશે કારણ કે વર્ષ 2017માં કોંગ્રેસના નામે જીતેલા અનેક એટલે કે 10 જેટલા ધારાસભ્યો સૌરાષ્ટ્ર - કચ્છ માંથી ભાજપનો ભગવો (પક્ષ પલટો) ધારણ કરી લીધો. અને આ તમામ બેઠકો પર કોંગ્રેસ માટે માથાનો દુખાવા સમાન બની શકે છે અને આજની સૌરાષ્ટ્ર ઝોન ની બેઠકમાં કોંગ્રેસ પણ આજ તમામ બેઠકો પર વધુ ફોકસ કરી શકે છે

Next Story