લીંબડી-અમદાવાદ હાઇવે પર તેલ ભરેલ ટેન્કર પલટી જતાં લોકોએ હાથમાં જે આવ્યું તે લઈ તેલ ભરવા પડાપડી કરી

જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર સીંગતેલ ભરેલું ટેન્કર ડિવાઈડર કૂદી સામેની બાજુ જઈ પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ થઈ હતી

New Update
લીંબડી-અમદાવાદ હાઇવે પર તેલ ભરેલ ટેન્કર પલટી જતાં લોકોએ હાથમાં જે આવ્યું તે લઈ તેલ ભરવા પડાપડી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર સીંગતેલ ભરેલું ટેન્કર ડિવાઈડર કૂદી સામેની બાજુ જઈ પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ થઈ હતી. ઘટનાની જાણ આસપાસના ગામલોકોને થતાં લોકો હાથમાં જે વાસણ લાગ્યું તે લઈને તેલ ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.

લીંબડી-અમદાવાદ હાઈવે પર ન્યુ કબીર આશ્રમ સામે રાત્રિના સમયે તેલ ભરેલું ટેન્કર અકસ્માતમાં પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી જતા રસ્તા પર સીંગતેલની રેલમછેલ થવા લાગી હતી. જેની આસપાસના લોકોને જાણ થતાં જ લોકો ડોલ, ડબ્બા અને કેરબા લઈને તેલ ભરવા માટે પડાપડી કરી હતી અને લોકોને જેટલું પણ તેલ મળ્યું તે લઈને ઘટના સ્થળેથી ચાલતી પકડી હતી. આ ટેન્કર ગોંડલથી વડોદરા તરફ જઈ રહ્યું હતુ, ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે પર ન્યુ કબીર આશ્રમ પાસે ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સીંગતેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતા સીંગતેલ ભરવા હાઈવે પર લોકોએ જે વાસણ હાથમા આવ્યું એ લઈ ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર જીવના જોખમે તેલ લેવા પડાપડી કરી હતી. હાઈવે પર ટેન્કર પલટી જતા થોડીવાર માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. જો કે, લીંબડી પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કંટ્રોલમાં લીધી હતી. અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

Latest Stories