Connect Gujarat
ગુજરાત

દુર્ઘટના બાદ "વંદે ભારત એક્સપ્રેસ" પાછી પાટા પર આવી, હવે આ સાવચેતી પણ લેવામાં આવશે...

મુંબઈ સેન્ટ્રલ અને ગુજરાતના ગાંધીનગર સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે સવારે ઢોર સાથે અથડાતાં નુકસાન થયું હતું.

દુર્ઘટના બાદ વંદે ભારત એક્સપ્રેસ પાછી પાટા પર આવી, હવે આ સાવચેતી પણ લેવામાં આવશે...
X

મુંબઈ સેન્ટ્રલ અને ગુજરાતના ગાંધીનગર સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે સવારે ઢોર સાથે અથડાતાં નુકસાન થયું હતું. જોકે, આ ટ્રેનને કોચિંગ કેર સેન્ટરમાં એક દિવસમાં સુધારવામાં આવી છે. આ અથડામણમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું.

આ અંગે પશ્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, મુંબઈ સેન્ટ્રલ ડેપોમાં ક્ષતિગ્રસ્ત ભાગને બદલવામાં આવ્યો છે. ટ્રેનને કોઈપણ વધારાના ડાઉનટાઇમ વિના પાટા પર લાવવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અમે તમામ પગલાં લઈ રહ્યા છીએ. ગુરુવારે સવારે 11.15 વાગ્યે થયેલા અકસ્માત બાદ તરત જ વંદે ભારત એક્સપ્રેસની તસવીર વાયરલ થઈ ગઈ હતી. લોકો અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રેલ્વે લાઈન પર 3-4 ભેંસ આવવાના કારણે એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું. 8 મિનિટમાં મૃતદેહોને બહાર કાઢીને ટ્રેન ગાંધીનગર જવા રવાના થઈ હતી, અને તેના નિયત સમયે પહોંચી હતી. પશ્ચિમ રેલ્વેના પ્રવક્તા જિતેન્દ્રકુમાર જયંતે જણાવ્યું હતું કે, મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ સવારે મુંબઈથી નીકળી હતી. સવારે લગભગ 11.15 વાગ્યે પાટા પરની કેટલીક ભેંસ સાથે અથડાતાં ટ્રેનના એન્જિનનો આગળનો ભાગ બગડી ગયો હતો. અમદાવાદના વટવા અને મણિનગર વચ્ચે આ ઘટના બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણપણે સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી અને બ્રેક લગાવી, પરંતુ સમય ઓછો હતો. તેમણે કહ્યું કે, ગ્રામજનોને તેમના ઢોરને ટ્રેકની નજીક ન છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે વેસ્ટર્ન રેલ્વે ગાંધીનગર-અમદાવાદ સેક્શન પર ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે ફેન્સીંગ પર કામ કરશે. દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી અને નવી દિલ્હી અને માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે દોડતી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ થઈને અમદાવાદ જાય છે, અને પછી આ રૂટ દ્વારા ગાંધીનગર પરત આવે છે.

Next Story