વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે PM મોદીના આગમન પૂર્વે લોકોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો છે. આ સાથે જ દ્વારિકા નગરીને સુંદર રોશનીથી શણગારવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દ્વારિકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીની સાથે સાથે દ્વારકાધીશ મંદિર, સુદામા સેતુને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુગળી બ્રાહ્મણ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. આગામી તા. 23 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ગોમતી ઘાટ ખાતે મહાઆરતી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા તંત્ર વતી આમંત્રણ પાઠવાયું છે.