અમદાવાદમાં BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને BRTSની સંયુક્ત ટીમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ અને BRTSની ટીમે મેમકો ચાર રસ્તા થી નરોડા તરફ જવાના બીઆરટીએસ કોરિડોર પર કાર્યવાહી હાથ ધરી હતી.ટ્રાફિક પોલીસ દ્વારા ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 41 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.અને 41 હજારનો દંડ વસૂલ કરતા ફફડાટ ફેલાઈ ગયો હતો ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત થશે. આ સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં હવે બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી ચાલી રહી છે. જેથી હવે આગામી દિવસો રોંગ સાઈડમાં ગાડી ચલાવતા વાહન ચાલકો સામે પણ એક્શન લેવાશે. આ સાથે વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત થશે. ટ્રાફિકના નિયમો નું ભંગ કરનારાને ઘરે જ મેમો આવશે.
અમદાવાદ: બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક ડ્રાઈવથી ફફડાટ,41 વાહનો જપ્ત કરાયા
અમદાવાદમાં BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને BRTSની સંયુક્ત ટીમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
New Update