અમદાવાદ: ભેજાબાજોએ પોલીસના નામે જ રૂપિયા ખંખેરી લીધા, વાંચો શું છે સમગ્ર મામલો

દેશભરમાં રોજબરોજ સાયબર ફ્રોડની ઘટના બને છે. કેટલાય લોકોના એકાઉન્ટમાંથી ભેજાબાજો રૂપિયા ઉપાડી જાય છે

New Update
અમદાવાદ: ભેજાબાજોએ પોલીસના નામે જ રૂપિયા ખંખેરી લીધા, વાંચો શું છે સમગ્ર મામલો

દેશભરમાં રોજબરોજ સાયબર ફ્રોડની ઘટના બને છે. કેટલાય લોકોના એકાઉન્ટમાંથી ભેજાબાજો રૂપિયા ઉપાડી જાય છે પણ હવે તો ભેજાબાજો ટાર્ગેટ પર પોલીસ સ્ટેશન આવી ગયા છે. અમદાવાદમાં એક ઘટના સામે આવી છે જેમાં ભેજાબાજોએ પોલીસના નામે જ રૂપિયા ખંખેરી લીધા છે.અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PSOને ફોન કરી હેડક્વાર્ટર કોઇ પીએસઆઇ જાડેજા સાહેબ નો અકસ્માત થયો હોવાની વાત કરી અને સારવાર માટે પૈસાનો બંદોબસ્ત કરવા જણાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PSO દ્વારા વસ્ત્રાપુરની પીસીઆર-7ને ફોન કરવામાં આવે છે કે તાત્કાલિક રૂપિયા સારવાર માટે એકઠા કરો.

વાનના પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને હોમગાર્ડ ધવલ ખત્રી મોબાઇલના વેપારી પાસે જાય છે. સમગ્ર ઘટના વેપારીને જણાવી રૂપિયા 33 હજાર એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવે છે. પહેલા વેપારી કેટલા રૂપિયા ટ્રાન્સફર કરે છે બાદમાં ભેજાબાજ વેપારીને એક સ્કેન કરવા જણાવે છે જે પ્રક્રિયા બાદ વેપારીઓ ફોન સ્વિચ ઓફ થાય છે. જોકે વેપારીનો ફોન જેવો ઓન થાય છે કે વેપારી એકાઉન્ટમાંથી 33 હજાર ને બદલે 1.88 લાખ રૂપિયા ઉપડી જાય છે. વેપારી અને પોલીસ કોન્સ્ટેબલને પણ થોડીવાર કશું સમજાતું નથી. વેપારી રૂપિયા પાછા માંગવા આજીજી કરી હતી પરંતુ તેની વાત કોઇએ સાંભળી નહીં અને આખરે કંટાળી વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમમાં અરજી આપી છે. પોલીસે પણ આ અંગે તપાસ કરતા ખબર પડી કે આવી કોઇ ઘટના બની જ નથી. જ્યારે જે નંબર પરથી ફોન આવ્યો તો નંબર પણ બંધ છે. સમગ્ર ઘટનામાં હાઇટેક ભેજાબાજો હવે પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવતો થઈ ગયા છે.

Latest Stories