Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ,કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે AMCકરશે કડક ચેકિંગ

અમદાવાદ મહાનગર પાલિકાનો નિર્ણય પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે કરાશે ચેકિંગ નિયમના ઉલ્લંઘન બદલ થશે દંડ

X

અમદાવાદમાં પ્લાસ્ટિકની પ્લેટ, કપ, સ્ટ્રો, ઝંડા, ટ્રે, ફોર્ક, આઈસક્રીમની ચમચીના ઉપયોગ પર 1 જુલાઈથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ બાબતે મહાનગર પાલિકાની વિવિધ ટિમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના પરિપત્ર આધારે શહેર માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે.1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ નહીં થઈ શકે છે. આ ઉપરાંત 120 માઇક્રોનથી પાતળી કેરી બેગના ઉપયોગ પર પણ 31 ડિસેમ્બર થી પ્રતિબંધ આવશે ત્યારે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા આજથી શહેરના અલગ અલગ વિસ્તારમાં હેલ્થ વિભાગની ટીમ ચેકિંગ હાથ ધર્યું છે.અમદાવાદ મ્યુનિ. જનરલ બોર્ડમાં કરેલા ઠરાવ અનુસંધાને મ્યુનિ. કમિશનરે એક વિશેષ પરિપત્ર કરીને પ્લાસ્ટિકના ઉપયોગ પર ચોક્કસ નિયંત્રણ લાદવામાં આવ્યા છે.તેના અનુસંધાને આજે પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં હેલ્થ વિભાગની ટીમ ત્રાટકી હતી હોટેલ ખાણી પીણીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું જે લોકો નિયમોની વિરુદ્ધ પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલ નો ઉપયોગ કરતા હતા તેને નોટિસ આપવામાં આવી તો અનેક લારી અને હોટલ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.શહેરમાં ખાસ કરીને ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અન્ય અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બેરોકટોક થતો જોવા મળતો હોય છે ત્યારે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમ ચેકિંગથી ફફડાટ ફેલાયો છે આવનાર સમયમાં પણ આ ચેકીંગ ચાલુ રાખવામાં આવશે

Next Story