દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે દાઝયાં પર ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે . ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમુલ દૂધના ભાવમાં આવતીકાલ એટલે કે મહા શિવરાત્રિના દિવસથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ તાજા સ્પેશિયલમાં આવતીકાલથી બે રૂપિયા વધારે લેવાશે..અમદાવાદ : અમુલ દુધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂા.નો વધારો, ચ્હાની ચુસકી પડશે મોંઘી
અમુલે કરેલાં દુધના ભાવ વધારાની અસર નાના શહેર થી લઈને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં સહિત આખા દેશમાં જોવા મળશે.મહત્વનું છે કે અમૂલ દૂધના પ્રતિ લિટર પાઉચ માં રૂપિયા 2નો વધારો જ્યારે 500 MLના પાઉચમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો છે.અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35 ને સ્થાને રૂ 40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હી, એનસીઆર, ગુજરાત, પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં આ ભાવ વધારો આવતીકાલથી લાગુ થનાર છે તો ગ્રાહકોનું પણ માનવું છે કે નાના અને માધ્યમ વર્ગને આ ભાવ વધારાની અસર થશે અમુલ માં ભાવ વધારો થવાથી દેશના કરોડ પરિવારને અસર થશે