અમદાવાદ : ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ મહિલા મોરચાનો પુષ્પાંજલિ કાર્યક્રમ
નહેરૂનગર ખાતેથી રેલી યોજવામાં આવી, રાણી લક્ષ્મીબાઇના પુતળાને પુષ્પો અર્પણ કરાયાં.
BY Connect Gujarat18 Jun 2021 8:20 AM GMT
X
Connect Gujarat18 Jun 2021 8:20 AM GMT
અંગ્રેજો સામેની લડાઇમાં શહીદ થયેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના મહિલા મોરચાના ઉપક્રમે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા અનેક નામી- અનામી લોકોએ બલિદાન આપ્યાં છે. આવા શહીદો પૈકી એક એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ... છેલ્લા શ્વાસ સુધી તેમણે અંગ્રેજોને હંફાવ્યાં હતાં. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના મહિલા મોરચાના ઉપક્રમે નહેરૂનગરથી રેલી યોજવામાં આવી હતી. પાઘડીધારી મહિલા આગેવાનો અને કાર્યકરોએ લોકોમાં આર્કષણ જમાવ્યું હતું. કેસરી સાફા ધારી મહિલાઓએ રાણી લક્ષ્મીબાઇના પુતળાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દિપિકા સરાડવા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.
Next Story