અમદાવાદ : હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન, જુઓ શું કહ્યું..!

છેલ્લા ઘણા સમયથી બદલાયા હાર્દિક પટેલના સૂર આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન હાર્દિક છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ : જગદીશ ઠાકોર

New Update
અમદાવાદ : હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન, જુઓ શું કહ્યું..!

હાર્દિક પટેલના છેલ્લા કેટલાક સમયથી સૂર બદલાયેલા અને કોંગ્રેસથી નારાજ ચાલતા હોય તેવું દેખાય છે, ત્યારે સોશિયલ મીડિયા મારફતે તે સતત કોંગ્રેસ વિરુદ્ધ પોતાના મંતવ્ય આપી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ બાબતે જણાવ્યુહતું કે, હાર્દિક હજી પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તેમને જે કોઈ સમસ્યા છે તે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથી પૂર્ણ થશે ત્યારબાદ બેસીને સંવાદ કરી પ્રશ્નનો હલ લાવવામાં આવશે.

હાર્દિક પટેલે કરેલા ટ્વીટ બાદ ટેલિફોન વાત કરી જણાવ્યુ હતું કે, હાલ મારા પિતાની પુણ્યતિથીના કામમાં લાગ્યો છું. તે પૂર્ણ થાય ત્યારબાદ બેસીને આપણે ચર્ચા કરીશું, અને જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવીશું. મીડિયામાં જે સમાચારો આવે છે કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે. પરંતુ તે આજે પણ કોંગ્રેસના કાર્યકર તરીકે રહ્યા છે. પાર્ટીના સંગઠન મુદ્દે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તે બાબતે કઈક પણ કહેવા ઇનકાર કર્યો હતો. કાલે જ્યારે હાર્દિક પટેલના ઘરે પિતાની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ જશે કે, કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Latest Stories