Connect Gujarat
ગુજરાત

કોરોના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર, જુઓ કેટલા લોકોને રસીના ડોઝ અપાયા

ગુજરાતમાં 76 ટકા વસ્તીને પ્રથમ ડોઝનું રસીકરણ, શહેર કરતા ગામડામાં રસીકરણમાં વધારે જાગૃતિ જોવા મળી.

X

કોરોના મહામારી વચ્ચે ગુજરાત ફરી એકવાર અગ્રેસર રહ્યું છે. કોરોના રસીકરણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

કોરોના રસીકરણ ઝડપી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે વસ્તી મુજબ રસીકરણની આંકડાકીય માહિતી સામે આવતા ગુજરાત રસીકરણમાં અગ્રેસર રહ્યું છે.ગુજરાતમાં 76 ટકા વસ્તીને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.27 ટકા લોકોને બન્ને ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ગામડામાં 67 ટકા અને શહેરમાં 32 ટકા રસીકરણ જોવા મળ્યું છે.

રાજ્યમાં છેલ્લા 7 મહિનામાં 4.91 કરોડ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.રસીકરણમાં શહેર કરતા ગામડાના લોકોમાં રસીકરણમાં વધારે જાગૃતિ જોવા મળી છે. રસીકરણમાં સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો ગુજરાત બાદ કેરળ બીજા ક્રમે છે જ્યાં કુલ વસ્તીના 73ને સિંગલ અને 27 ટકા અને બંને ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં સરકારી હોસ્પિટલની સરખામણીમાં ખાનગી હોસ્પિટલમાં રસીકરણ નહિવત જોવા મળ્યું છે. ખાનગી હોસ્પિટલમાં માત્ર 2 ટકા જ રસીકરણ થયું છે.રાજસ્થાનમાં શહેરની તુલનામાં ગામડામાં રસીકરણ સૌથી વધુ 87.9ટકા રસીકરણ થયું છે ગ્રામીણ રસીકરણની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે.

Next Story