રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય હતી.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સંગઠનની રચના માટે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસની કારોબારીમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. જેને દરેક કોંગ્રેસ કારોબારી સભ્ય સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત કારોબારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરી હતી. આ બન્ને પ્રસ્તાવ ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયા હતા. આ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે રાજ્યના કોંગ્રેસ ચૂંટણી PRO શોભા ઓઝા પણ ખાસ હજાર રહ્યા હતા.