Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં નવા સુકાનીઓની વરણી હાથવેત, વરિષ્ઠ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા..!

કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણ વચ્ચે વરિષ્ઠ નેતાઓની મુલાકાત, ગુજરાત કોંગ્રેસના નેતાઓ મહામંત્રી કે.સી.વેણુગોપાલને મળ્યા.

X

ગુજરાત કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી.વેણુગોપાલ મળ્યા હતા, ત્યારે રાજ્ય, પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય પક્ષના નવા સુકાનીઓની વહેલી તકે નિમણૂંક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા નરેશ રાવલ, ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ, પૂર્વ સાંસદ રાજૂ પરમાર અને સાગર રાયકા સહિત 10થી વધુ નેતાઓ વેણુગોપાલને મળ્યા હતા. બેઠક દરમ્યાન ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્ય પક્ષના નેતા અને પ્રભારી નિમણૂંક કરવામાં આવે તેવી કોંગ્રેસના નેતૃત્વ સાથે તમામ નેતાઓએ માંગ ઉઠાવી છે. વિધાનસભાની ચૂંટણી લગભગ 1.5 વર્ષ પછી યોજાવાની છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રદેશમાં નેતૃત્વ મજબૂત કરવા અને સંગઠનમાં પણ વિશ્વાસ વ્યક્ત કરવા આ નિમણુંકો વહેલી તકે કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે, ત્યારે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, ગુજરાત કોંગ્રેસ માટે જરૂરી નિમણૂંક કરવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રો જાણવા મળ્યું હતું કે, વેણુગોપાલ સાથેની મુલાકાત દરમ્યાન કેટલાક નેતાએ કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ માટે હાઈકમાન્ડે જૂના ચહેરાઓના બદલે નવા ચહેરા પર વિશ્વાસ મુકવો જોઈએ. જોકે, કોંગ્રેસના સૂત્રો એમ પણ કહે છે કે, ગુજરાતના આ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાતની માંગ કરી હતી, ત્યારે હાઈકમાન્ડ દ્વારા તેઓને કે.સી.વેણુગોપાલને મળવાનું કહ્યું હતું. નોંધનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ, કોંગ્રેસ ગુજરાત પ્રભારી રાજીવ સાતવનું મોત યુવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ દિલ્હી હાઇકમાન્ડને મળ્યા હતા.

Next Story
Share it