Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : IBMના મેનેજીંગ ડીરેકટરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કરી મુલાકાત

આઇબીએમ ઇન્ડિયા કરશે અમદાવાદમાં રોકાણ, રાજ્યમાં રોજગારી ઉભી કરશે આઇટી કંપની.

X

ગુજરાતમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ આવી રહી છે ત્યારે આઇબીએમ ( ઇન્ડીયા) રાજયમાં રોકાણ કરવા જઇ રહી છે. કંપનીના એમડી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે થયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

વિશ્વની અગ્રણી કંપની આઈ.બી.એમ-ઇન્ડિયા ડાયરેક્ટર સંદીપ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આઈ.બી.એમ-ઇન્ડિયા ડાયરેક્ટર સંદીપ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આઈ.ટી હબ બનવાની જે દિશા લીધી છે તેની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,આઈ.બી.એમ સોફ્ટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફ્ટવેર પોર્ટફોલિયો અને ક્લાઉડ સર્વિસ પુરી પાડે છે. અને આવી સોફ્ટવેર લેબ બેંગલુરુ,પૂના ,હૈદરાબાદ અને ચેન્નઈમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ આવી લેબની સ્થાપના કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આઇબીએમના પ્રયાસોથી રાજયમાં આઇટી ક્ષેત્રમાં રોજગારીની તકોમાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવામાં આવે છે અને દેશ તથા વિદેશના ઉદ્યોગોએ હજારો કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં કર્યું છે.

Next Story