અમદાવાદ : ભગવાન જગન્નાથજીનું કરાયું મામેરૂ, પ્રભુ પરિવારના દર્શન કરી ભકતો થયાં ધન્ય

ત્રણેય ભાઇ -બહેનના વાઘા અને અલંકારના દર્શન, ભગવાન જગન્નાથજીને પરંપરાગત વેશભુષા શણગારાયાં.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીનું કરાયું મામેરૂ, પ્રભુ પરિવારના દર્શન કરી ભકતો થયાં ધન્ય
New Update

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ગુરૂવારના રોજ પ્રભુ પરિવારના મામેરાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને નિજમંદિરનું મામેરું પાથરવામાં આવ્યું હતું આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે. શનિવારે અમાસના દિવસે ભગવાન નીજ મંદિરે પરત આવશે અને ત્યારથી રથયાત્રા અને ત્રીજ સુધી ત્રણેય ભાઈ-બહેનના વાઘા, અલંકારોના દર્શન કરી શકાશે. નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતે ગાજતે ભગવાનનું મામેરું લઈને મંદિરમાં પહોંચ્યા હતાં. ગત વર્ષે કોરોના મહામારીને કારણે રથયાત્રા નીકળી ન હતી પણ પરંતુ આ વર્ષે ભગવાનની રથયાત્રા ચોક્ક્સ નીકળશે એવી શ્રધ્ધાળુઓને આશા છે.

મામેરાના અવસરે રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા હતા. મહારાષ્ટ્રીયન પાઘડી, વાઘા અને અલંકારો વગેરે જમાલપુર મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવ્યાં હતાં. જેના દર્શન કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી. કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે મામેરાની થીમ મહારાષ્ટ્રીયન રાખવામાં આવી હતી. મુળ સરસપુરના પણ હાલ વર્તમાન સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. મહેશ ઠાકોરે અમારા સંવાદદાતા મયુર મેવાડા સાથે ખાસ વાતચીત કરી હતી.

#Ahmedabad #Rathyatra #Connect Gujarat News #Lord Jaggannath #Mameru of Lord Jaggannath #Ahmedabad News #Ahmedabad Rathyatra 2021 #Rath Yatra 2021
Here are a few more articles:
Read the Next Article