અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, 10 કિમી સુધી ટ્રાફિકજામ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, 10 કિમી સુધી ટ્રાફિકજામ
New Update

આજે સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ કન્ટેનરનાં ટાયર અચાનક જ નીકળી જતાં કન્ટેનર બામણગામ પાસેના બ્રિજ પર જ પલટી ખાઈ ગયું હતું, જેને કારણે કન્ટેનરનાં કેટલાંક ટાયરો નીકળીને હાઈવે પર પડ્યાં હતાં, જ્યારે કેટલાંક ટાયર નીકળીને નીચે નાળામાં જઈને પડ્યાં હતાં. કન્ટેનર પલટી જતાં વરસાડાથી લઈને બામણગામ સુધી ટ્રાફિક જોવા મળ્યો છે અને જેના કારણે વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

બ્રિજની વચ્ચોવચ કન્ટેનર પલટી ખાઈ ગયું હોવાથી એક તરફનો આખો બ્રિજ બ્લોક થઈ ગયો છે અને વાહન તો ઠીક, માણસ ચાલતા પણ ન જઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને પગલે એક તરફનો હાઇવે બ્લોક કરી દેવાની ફરજ પડી છે અને એક તરફથી વાહનોની અવરજવર કરવામાં આવી રહી છે. જેને કારણે ટ્રાફિકજામ થઈ ગયો છે.

#National Highway #Ahmedabad-Mumbai #TrafficJam
Here are a few more articles:
Read the Next Article