Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો માર્ગ મોકળો, પોલીસે આપી મંજુરી

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલાં જળયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે જળયાત્રા કાઢવા માટે પોલીસ તંત્રએ શરતોને આધીન મંજુરી આપતાં ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે......

X

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલાં જળયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે જળયાત્રા કાઢવા માટે પોલીસ તંત્રએ શરતોને આધીન મંજુરી આપતાં ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે......

ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા તથા જળયાત્રા સિમિત બની ગયાં હતાં. આ વર્ષે પણ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી રથયાત્રા અને જળયાત્રાને પરવાનગી મળશે કે કેમ તે અંગે અસમંજસની સ્થિતિ પ્રર્વતી રહી હતી. બીજી તરફ મંદિરના ટ્રસ્ટીઓએ જળયાત્રા કાઢવા માટે પોલીસ વિભાગ પાસે મંજુરી માંગી હતી. મંદિરના ટ્રસ્ટીઓની અરજીના સંદર્ભમાં પોલીસે શરતોને આધીન રહી જળયાત્રાની મંજુરી આપી છે. અગાઉના વર્ષોમાં જળયાત્રા વાજતે ગાજતે નીકળતી હતી અને તેમાં હજારો લોકો સામેલ થતા હતાં. પણ આ વર્ષે સાદગીથી જળયાત્રા કાઢવાની રહેશે અને તેમાં 50 વ્યકતિઓને જોડાવાની પરવાનગી આપવામાં આવી છે.....

24 જૂને યોજાનારી જળયાત્રામાં સાબરમતી નદીના કિનારે વિધિવત રીતે ગંગાપુજન કરાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે. આ વખતે જળયાત્રામાં ભજન મંડળીઓ કે અખાડાઓને સામેલ થવાની મંજુરી આપવામાં આવી નથી. દર વર્ષે જળયાત્રામાં 18 ગજરાજ હોય છે પણ આ વખતે એક જ ગજરાજ જોડાશે. જળયાત્રાને મંજુરી બાદ હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજુરી મળે તેવા સંજોગો જોવાઇ રહયાં છે.

Next Story
Share it