અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ એલર્ટ, રથયાત્રાના રૂટનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ

આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

New Update
અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ એલર્ટ, રથયાત્રાના રૂટનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા

ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્ચાએ

રથયાત્રાના રૂટનું હેલીકોપટરથી નિરીક્ષણ કરાયું

145મી રથયાત્રા નજીક આવી રહી છે. ત્યારે શહેર પોલીસ રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પુરી થાય તે માટે કોઈ કસર બાકી નથી રાખવા માંગતી. આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જેસીપી ક્રાઇમ, જેસીપી ટ્રાફિક અને સેક્ટર 1 અને 2 ના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

શહેરના રિવરફ્રન્ટ ખાતેથી જગન્નાથ મંદિર, મ્યુનિસિપલ કોઠા,, કાલુપુર રેલવે સહિત તમામ રૂટના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમ વાર હેલિકોપ્ટરનો ઉપયોગ રથયાત્રામાં થવાનો છે. ત્યારે આખી પરિસ્થિતિ ઉપર હેલિકોપ્ટરથી બાજ નજર રખાશે. અમદાવાદ સિપી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વખતે આ નવતર પ્રયોગ છે અને રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. આમ આ વર્ષે જમીનથી લઇ આસમાન સુધી અમદાવાદ પોલીસ રથયાત્રાને સુરક્ષા કવચ પૂરું પાડશે...

Latest Stories