અમદાવાદ: પી.એમ.મોદીનો ડ્રીમ પ્રોજેકટ ખોરંભે, જુઓ સી પ્લેન ક્યાં ખોવાયું!

પી.એમ.મોદીના હસ્તે કરાયો હતો પ્રારંભ, મેન્ટેનન્સ માટે માલદીવ મોકલાયેલ પ્લેન હજુ પરત આવ્યું નથી.

New Update
અમદાવાદ: પી.એમ.મોદીનો ડ્રીમ પ્રોજેકટ ખોરંભે, જુઓ સી પ્લેન ક્યાં ખોવાયું!

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વચ્ચે 1 નવેમ્બર 2020થી સી-પ્લેન શરૂ કરવામાં આવ્યું હતું. આ સી-પ્લેન 8 માસમાં 8 દિવસ પણ ચાલ્યું નથી. દર 10 દિવસે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલાય છે. મેન્ટેનન્સ માટે 9 એપ્રિલ માલદીવ ગયેલ સી-પ્લેન 3 માસથી દેખાયું નથી ત્યારે પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો છે.

રાજ્યમાં ટુરિઝમ સેકટરને વેગ આપવા માટે અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેન પ્રોજેક્ટ ની શરૂઆત કરવામાં આવી હતી પીએમ મોદી જ્યારે રાજ્યના તત્કાલીન સીએમ હતા ત્યારે આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું અને તેનું લોન્ચિંગ પીએમ મોદી દ્વારા 31 ઓક્ટોબર કરવામાં આવ્યું હતું પણ સી પ્લેન મેઇન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવે છે અહીં તેની કોઈ વ્યવસ્થા નથી છેલ્લા 3 મહિનામાં સી પ્લેને કોઈ ઉડાન ભરી નથી જેના કારણે પ્રવાસીઓ પણ નિરાશ થઇ રહયા છે.

સી પ્લેન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે રિવરફ્રન્ટ પર વોટર જેટી ટર્મિનલ બિલ્ડીંગ પણ બનાવવામાં આવ્યું છે. શરૂઆતના સમયે આ સી પ્લેને અનેક ઉડાન ભરી પણ એપ્રિલ મહિનામાં માલદીવ્સ ગયેલા આ પ્લેન હજી સુધી પરત આવ્યું નથી એક બાજુ રાજ્ય સરકાર ટુરિઝમ સેકટર ને વેગ આપવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પણ પીએમ મોદીના આ ડ્રિમ પ્રોજેક્ટ માં સરકારની નિષ્ફળતા સામે આવી છે.

છેલ્લા 3 મહિનાથી સદંતર બંધ સી પ્લેન નજીકના સમયમાં ઉડાન ભરે તેવી કોઈ શક્યતા નથી અને જે ખબર મળી રહી છે તે મુજબ ઓગસ્ટ મહિનામાં અમદાવાદ આવે તેવી સંભાવના છે પણ હાલ કરોડો રૂપિયા પાણીમાં ગયા હોઈ તેવો ઘાટ સર્જાયો છે સી પ્લેન પ્રોજેક્ટ હેન્ડલ કરતા સ્પાઇસ જેટ કંપની પણ આ મુદ્દે કઈ બોલવા તૈયાર નથી.

Latest Stories