Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો મુખ્યમંત્રીએ કરાવ્યો શુભારંભ...

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો શુભારંભ કરાવ્યો

X

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે રહ્યા ખાસ ઉપસ્થિત

દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપનું યોગદાન : CM

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો શુભારંભ કરાવ્યો હતો. દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે, અને તેથી આ ક્ષેત્રમાં તમામ પ્રકારનો સહયોગ આપવા સરકાર કટિબદ્ધ છે. 175 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગેના કાર્યક્રમોને આવરી લેતો દૂનિયાનો આ અનોખો ફેસ્ટિવલ છે. જે રાજ્યની 175 શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી ઊજવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવાનો સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.

Next Story