Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : શું આપને મળશે બીટીપીનો સાથ ? આદિવાસી સમાજને મનાવવા આપ મેદાને

X

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ટકકર આપવા આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. ઇસુદાન ગઢવી સામે થયેલી છેડતીની ફરિયાદ અને મહેશ સવાણીના રાજીનામા બાદ નિષ્ક્રીય થયેલી આમ આદમી પાર્ટીમાં પંજાબમાં મળેલા ભવ્ય વિજય બાદ પ્રાણ પુરાયાં છે. આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી માટે સજજ બની રહી છે. આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાતની આદિવાસી વોટબેંક પર છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી રીવર લીંક પ્રોજેકટનો વિરોધ કરી રહયાં છે ત્યારે આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. અને સરકાર પ્રોજેકટ રદ નહિ કરે તો આંદોલનની ચીમકી આપી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં બીટીપી અને એઆઇએમઆઇએમ વચ્ચે ગઠબંધન થયું હતું પણ બીટીપીને મોટો ઝટકો પડયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી બીટીપીનું અસ્તિત્વ ખતમ થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ બીટીપીના છોટુ વસાવા ઝગડીયાના અને તેમના પુત્ર મહેશ વસાવા દેડીયાપાડાના ધારાસભ્ય છે. હવે આમ આદમી પાર્ટીએ છોટુભાઇ વસાવાને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે આમંત્રણ આપ્યું છે.

Next Story