/connect-gujarat/media/post_banners/7d17df7c106306e6666c3211e04f64e57fca32230eaecb6d7766558208d9c43f.webp)
અમદાવાદ શહેરમાં એક psiને મહિલા પોલીસ સ્ટેશનમાં જ થપ્પડ મારી દીધી હતી. કારણ કે તેના પિતા અને ભાઈને રખિયાલ પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવ્યા હતા.મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ જોડે રકજક કરવા લાગી અને psiને થપ્પડ મારી દીધી હતી.રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ, સાસુ-સસરા વિરુદ્ધ માં અરજી કરી હતી. મહિલાનો આક્ષેપ છે કે તેના પતિ, સાસુ અને સસરા તેને સારી રીતે રાખતા નથી અને ઝઘડો કરીને હેરાન પરેશાન કરે છે. જે અરજીની તપાસ ચારોડિયા પોલીસ ચોકી અને મોનોગ્રામ પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ વી.બી.વાઘેલા ને સોંપવામાં આવી હતી.
આરોપી પિતા-પુત્ર અરજદાર સાથે તોફાન કે તકરાર કરી સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે તેમની વિરુદ્ધમાં અટકાયતી પગલાંની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શાહીન બાનુ નામની મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી બીભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત કેમ મારા પિતા અને ભાઈની ધરપકડ કરી છે તેમ કહીને પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ મામલે પોલીસે આરોપી મહિલા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પોલીસ સાથે મારામારી અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. નરોડામાં પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન સાથે મારામારી બાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ગેરવર્તણૂક નો બનાવ સામે આવ્યો હતો. હવે મહિલા પીએસઆઇને લાફો મારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.