અમદાવાદના યુવાનને સેલ્ફીની ઘેલછા ભારે પડી, માઉન્ટ આબુમાં 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા મોત

અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું

New Update
  • માઉન્ટ આબુમાં બની ઘટના

  • સેલ્ફી લેતા સમયે યુવાન 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યો

  • ગંભીર ઇજાના પગલે યુવાનનું નિપજ્યું મોત

  • ખીણમાંથી યુવાન જીવિત બહાર નીકળ્યો

  • સારવાર માટે લઇ જતા નિપજ્યું મોત

હાલમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય છે અને ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. આવા સમયે માઉન્ટ આબુની લીલી ખીણો પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ ઘણા લોકો ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું જોખમ ઉઠાવે છે ત્યારેમાઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે એક દુઃખદ ઘટના બની છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાસી બિપિનભાઈ પટેલ યુવક સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવી 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસને સૂચના આપી હતી. પોલીસ અધિકારી પ્રદીપ ડાગા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો, સ્કાઉટ્સ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બચાવ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી. બચાવ ટીમના સભ્યો 300 ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા બિપિનભાઈને જીવિત બહારકાઢ્યાં હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ લઈ જતી વખતે બિપિન પટેલનું મૃત્યુ થયું હતું.બિપિનભાઈના જીવનની છેલી ક્ષણોનો હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે.
Latest Stories