ડાંગ : બરમ્યાવડમાં પ્રાથમિક શાળાના નવા બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ હોવાના આક્ષેપ,વાલીઓનું વિરોધ પ્રદર્શન

બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળા બાંધકામ મુદ્દે વિવાદનું કેન્દ્ર બની છે.ગ્રામજનોએ શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા

New Update
  • પ્રાથમિક શાળાના બાંધકામ મુદ્દે વિવાદ

  • ગ્રામજનોએ બાંધકામની લીધી મુલાકાત 

  • ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો

  • હલકી કક્ષાનું મટીરીયલ હોવાના આક્ષેપ

  • કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલા લેવા ઉઠી માંગ 

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળા બાંધકામ મુદ્દે વિવાદનું કેન્દ્ર બની છે.ગ્રામજનોએ શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળા બાંધકામ મુદ્દે વિવાદનું કેન્દ્ર બની છે.હાલમાં શાળાના બાંધકામનું કામ ચાલી રહ્યું છે,અને ગ્રામજનોએ સ્થળ મુલાકાત લેતા બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા,અને ગ્રામજનોએ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી,તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહીના પગલા લેવા માટેની માંગ કરી હતી.

Latest Stories