અલ્પેશ ઠાકોર મંત્રી ના બન્યા પણ ભાજપે બનાસકાંઠાના ઇન્ચાર્જ બનાવ્યા

ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં 71 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે.

New Update
અલ્પેશ ઠાકોર મંત્રી ના બન્યા પણ ભાજપે બનાસકાંઠાના ઇન્ચાર્જ બનાવ્યા

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી પાસેની ચેમ્બરમાં મંત્રી બનવાની મહેચ્છા ધરાવતા અલ્પેશ ઠાકોરને નવી સરકારમાં મંત્રી તો ન બનાવાયા પણ અલ્પેશ ઠાકોરને કામે લગાડવા તેને બનાસકાંઠામાં સંગઠન મજબૂત કરવા માટેની કામગીરી અને જવાબદારી સોંપી છે. જેથી અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં 71 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. સામાન્ય રીતે 31 જિલ્લાની સમય અવધિ થી ખેડા અને બનાસકાંઠાની ચૂંટણીની સમય અવધી અલગ છે જેથી આ બે જિલ્લા પંચાયતની ચૂંટણી બાકીના 31 જિલ્લા પંચાયત થી અલગ થાય છે. ખેડા અને બનાસકાંઠા બે મોટા જિલ્લામાં ભાજપે ચૂંટણી ઈન્ચાર્જ નિયુક્ત કર્યા છે. ખેડાના ઇન્ચાર્જ તરીકે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને તુષારસિંહ મહારાઉલ તેમજ બનાસકાંઠાના ઇન્ચાર્જ તરીકે પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નિયુક્ત કરાયા છે.ભાજપે અલ્પેશ ઠાકોરને હવે બનાસકાંઠાની સ્થાનિક ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી છે. ત્યાં અલ્પેશ ઠાકોરની અગ્નિ પરીક્ષા થવાની છે. સાથે જ અલ્પેશ ઠાકોરનું ભાવિ પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પરિણામના આધારે ભાજપ નક્કી કરશે તેવું પણ મનાય રહ્યું છે. કારણ કે અહીં કોંગ્રેસ પણ મજબૂત છે. આ જિલ્લામાં ઠાકોર સમાજ નો દબદબો હોવાથી અલ્પેશને જવાબદારી વધી જાય છે.

Latest Stories